મોરબીના શાપર ગામમાં આવેલા સ્કાય ટચ સિરામિક નામનીફેકટરીમાં રહી મજુરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના ભોપાલ જિલ્લાના કરણપુરા ગામનો વતની યુવાન રામદયાલભાઇ ભીકમસિંહ આહિરવાર નામનો યુવક થોડા દિવસ પહેલા તેના વતન ગયો હતો જ્યા તેના મોટા ભાઈ સાથે ઝઘડો થયો હતો મોટા ભાઈએ તેના પર રૂ 15 હજાર કાઢી લીધા છે તેવા આક્ષેપ કર્યો હતો જે બાબતે લાગી આવતા ગઈ કાલે કારખાને પરત આવ્યો હતો અને લેબર ક્વાર્ટરની સામે વૃક્ષની ડાળી સાથે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો જે બાદ તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસેઆપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથધરી છે

