લોકસભા ચૂંટણીમાં સાત તબક્કાનું મતદાન પ્રકિયા પૂર્ણ થઇ ગયું છે હવે આગામી 4 જૂનના રોજ મત ગણતરી પ્રકિયા હાથ ધરવામાં આવશે રાજ્યની 25 લોકસભા બેઠક માટે મત ગણતરી જે તે બેઠકના મુખ્ય મથક ખાતે યોજાવવાની છે. મોરબી જિલ્લા પાસે હાલ સ્વતંત્ર લોકસભા બેઠક ન હોય પણ રાજકોટ અને કચ્છ લોક સભા સીટ સાથે જોડાયેલ હોવાથી મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકના મતદારો એ કરેલ મતદાનની ગણતરી કચ્છ અને રાજકોટ ખાતે યોજાશે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આં કામગીરી માટે કર્મચારીની ફાળવણી કરી છે જેમાં મોરબી જિલ્લામાંથી કાઉન્ટીગ સુપર વાઈઝર, કાઉન્ટીગ આસીટન્ટ તેમજ માઈક્રો ઓબ્ઝર્વર સહિતના 143 કર્મચારી ને મત ગણતરીની ફરજ સોપવામાં આવી છે
મોરબી જિલ્લામાં ભૌગોલિક રીતે ચાર જિલ્લા સાથે જોડાયેલ છે અને તેના કારણે મત વિસ્તાર પણ ચાર સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ છે જોકે સંપૂર્ણ વિધાન સભા સીટ માત્ર ત્રણ છે અને તેમાંથી એક બેઠક એટલે મોરબી માળિયા વિધાનસભા બેઠક કચ્છ સાથે જોડાયેલ હોય જયારે વાંકાનેર અને ટંકારા બેઠક રાજકોટ સંસદિય વિસ્તાર સાથે સંકળાયેલ છે. ગત તા ૭ મેં ના રોજ યોજાયેલ ત્રીજા તબક્કાના મતદાન માં મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકમાં મતદાન યોજાયું હતું જેમાં કુલ 830701 મતદાર માંથી 521 630 મતદારોએ મતદાન કર્યું હતું હવે આગામી 04 જૂનના રોજ આ 5.21 લાખ મતદારો તેમજ બન્ને લોકસભામાં આવતી અન્ય વિધાનસભા બેઠકના મતદારોના મતદાનની મતગણતરી યોજવાવાની છે આ મત ગણતરી કચ્છ મોરબી બેઠકની ભૂજ ખાતે જયારે રાજકોટ બેઠકની રાજકોટ ખાતે મત ગણતરી થશે આ મત ગણતરીમાં મોરબી જીલ્લાના 143 કર્મચારી જોડાશે ત્રણેય વિધાનસભા મુજબ જોઈએ તો મોરબી માળિયા બેઠક માટે 15કાઉન્ટીગ સુપર વાઈઝર અને 18 કાઉન્ટીગ આસિસ્ટન્ટ મળી કુલ 33 સ્ટાફ ભૂજ ખાતે થનાર ગણતરીમાં જોડાશે તો વાંકાનેર વિધાનસભા બેઠકના 18 કાઉન્ટીગ સુપરવાઈઝર 18 કાઉન્ટીગ આસિસ્ટન્ટ અને 18 માઈક્રો ઓબ્ઝર્વર અને ટંકારા વિધાનસભા બેઠક માટે 18 કાઉન્ટીગ સુપરવાઈઝર 18 કાઉન્ટીગ આસિસ્ટન્ટ તેમજ 20 માઈક્રો ઓબ્ઝર્વર રાજકોટ ખાતે થનારી મત ગણતરીમાં જોડાશે આ ઉપરાંત ત્રણેય વિધાનસભા બેઠકના આસીટન્ટ રીટર્નીંગ ઓફિસર પણ હાજર રહેશે

