HomeGujaratહળવદ પંથકમાં 11 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે ફટકારી 20...

હળવદ પંથકમાં 11 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ

હળવદ પંથકમાં ખેત મજુરી કરવા આવેલા ખેત મજુર પરિવારની 11 સગીર વયની દીકરી સાથે જીતેન્દ્ર ઉર્ફે જીતેન ખીમલાભાઈ ભાંભોર નામના શખ્સે ગત તા 28 મે 2022 ના રોજ બળજબરી કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં સગીરાની માતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન સામે દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો આ કેસમાં પોલીસ સતર્કતા દાખવી ફરિયાદ નોધાયાના માત્ર 6 દિવસમાં ચાર્જ સીટ ફાઈલ કરી તપાસ કાગળ કોર્ટમાં સબમિટ કરતા કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો અને સેકન્ડ એડીશનલ જજની કોર્ટ માં તબદીલ થયો હતો જ્યાં સરકારી વકીલ નીરજ કારિયા દ્વારા દલીલો રજુ કરી હતી આ ઉપરાંત કેસ 10 મૌખિક પુરાવા તેમજ 25 દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા બન્ને પક્ષની દલીલો અને પુરાવાના આધારે સ્પેશ્યલ પોક્સો કોર્ટ અને સેકન્ડ એડીશનલ સેસન્સ જજ દિલીપ પી મહીડાએ આરોપીને કસુરવાર ઠેરવ્યો હતો અને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી આ ઉપરાંત રૂ 20 હજારનો દંડ ફટકાર્યો હતો
કોર્ટે પીડિત બાળકી ના ભવિષ્યની સ્થિતિને ધ્યાને રાખી વળતર પેટે રૂ 4 લાખનું વળતર અને દંડની રકમ જો આરોપી ભરપાઈ કરે તો 20 હજાર મળી કુલ 4,20,000 ચુકવવા હુકમ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW