મોરબી-માળિયા હાઇવે પરથી આવતી કારમાં પોલીસે બાતમીના આધારે કાર માં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો.આરોપી કારની નંબર પ્લેટ બદલી દારૂ ની હેરાફેરી કરતો હતો.કારની સાચી નંબર પ્લેટ RJ-16-CA-4933 હતી. તેમાં ઓફિસર ચોઈસ કલાસીક વ્હીસ્કી નંગ-624,વ્હાઈટ લેશ વોડકા ઓરેન્જ ફલેવર નંગ-1104 ,ગ્રીન લેબલ રીચ બ્લેન્ડેડ વ્હીસ્કી ની બોટલ નંગ-109 કુલ બોટલો નંગ-1837 કુલ કીમત રૂ.-2,11,740 નો મુદામાલ મળ્યો હતો અને આરોપીની કાર સહીત નો કુલ રુ.-7,11,740 મુદામાલ પોલીસે જપ્ત કરી આરોપી રામ બીરબલરામ બિશ્નોઈ ને પોલીસે પકડી પાડ્યો હતો.ને સુરેશ ઉર્ફે અશોક ખીલેરી બિશ્નોઈ ની અટક કરવાની બાકી, આ બંને આરોપી સામે ગુનો નોધી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

