HomeGujaratમોરબીની મચ્છી પીઠમાં થયેલ જૂથ અથડામણની ઘટનામાં સામ સામે ફરિયાદ નોધાઇ

મોરબીની મચ્છી પીઠમાં થયેલ જૂથ અથડામણની ઘટનામાં સામ સામે ફરિયાદ નોધાઇ

મોરબી શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે જૂથ અથડામણ સર્જાઈ હતી અને પથ્થર મારો પણ થયો હતો જેના પગલે મચ્છી માર્કેટ વિસ્તારમાં ભયનો માહોલ બની ગયો હતો બનાવની જાણ થતા સૌ પ્રથમ મોરબી પોલીસની પીસી આર સ્થળ પર પહોચી હતી જોકે રોડ પર ટોળું બેકાબુ બનતા એ ડીવીઝન પોલીસ સ્ટેશન એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મામલો સ્થિતિ થાળે પાડવા પ્રયાસ કર્યો હતો ઘટનાને પગલે મોડી રાત્રે બંદોબસ્ત ગોઠવી દેવાયા હતા.
આ બનાવમાં સામ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં રેહતા અજીમ સલેમાન થૈયમ નામનો યુવાન તેના અન્ય મિત્રો અબુ ખમીશા થૈયમ,મહેબુબ કાસમ થૈયમ,અને કાદર હબીબ ભટ્ટી સહીતના લોકો રવિવારે રાત્રે શેરીમાં ઉભા હતા તે દરમિયાન કેટલાક યુવાન પુર ઝડપે બાઈક લઈને નીકળતા બાઈક ધીમે ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો થોડી વાર બાદ જુસબ ગુલ મહમદ મોવર ,ઈબ્રાહીમ અકબર મોવર નિઝામ સલીમ મોવર સહિતના ત્યાં આવી પહોચ્યા હતા અને છોકરાને કેમ ઠપકો આપો છો તેમ કહી ચારેય ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા ઝઘડો કરવાની ના પાડતા આરોપીઓ ઉશ્કરાઈ ગયા હતા અને અજીમ તેમજ તેની સાથે ઉભેલા અન્ય લોકોને ધોકા અને ઢીકા પાટુંનો માર મારવા લાગ્યા હતા જેઅચાનક મારમારી થતા તેઓ ઘરમાં ભાગતા આરોપીઓ પથ્થરના ઘા કરી ઈજા પહોચાડવાનો પ્રયાસ કર્યા હોવાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી }

સામે પક્ષે અનવર ઈબ્રાહીમ મોવરે આરોપી અજીમ સલેમાન થૈયમ અબુ ખમીશા થૈયમ,મહેબુબ કાસમ થૈયમ,અને કાદર હબીબ ભટ્ટી સામે ફરિયાદ નોધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના છોકરાઓ સાઈકલ અને એકટીવા ચલાવીને નીકદતા આરોપી અજીમે તેઓને સાઈકલ ન ચલાવવા મુદે ઠપકો આપતા તેઓ કેમ બાળકોને ઠપકો આપે છે તેમ સમજાવવા ગયા હતા પરંતુ આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળા-ગાળી કરી હતી જેથી તેઓને ગાળો બોલવાની નાં પાડતા આરોપીઓએ તેમના પર હુમલો કરી ઢીકા પાટુંનો માર માર્યો હતો તેઓ ભાગવા જતા આરોપીઓએ પથ્થર મારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા

બનાવ અંગે એ ડીવીઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઇ અલગ 8 લોકો વિરુદ્ધ ગુન્હો નોધી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW