HomeGujaratનાના બાળકને હેરાન કરતા શખ્સને ઠપકો આપવા મુદે યુવકની હત્યા કેસના એક...

નાના બાળકને હેરાન કરતા શખ્સને ઠપકો આપવા મુદે યુવકની હત્યા કેસના એક આરોપીને કોર્ટે આજીવન કેદ ફટકારી

મોરબીના મોરબીના લીલાપર રોડ પર વિસ્તારમાં રહેતો હુસેન ફકરૂદિન વ્હોરા નામનો યુવક તેના મિત્ર અજીત ગોરધનભાઈ પરમાર નામના યુવક સાથે ત્રાજપર ચોકડી પાસે આવેલ કપડા માર્કેટમાં નવા કપડા લેવા ગયા હતા દરમ્યાન બન્ને યુવાન ત્યાં પહોચ્યા ત્યારે એક રમેશ ઉર્ફે રમલો મંગાભાઈ બાંભવા નામનો શખ્સ 3 વર્ષના બાળકનો હાથ મરડતો હતો જેના કારણે બાળક બુમાબુમ કરતા અજીત અને હુસેને તેને રોકવા પ્રયાસ કર્યો હતો અને હેરાન ન કરવાનું કહી ઠપકો આપતા આરોપી ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો ભાંડી હતી અને હુસેન તેમજ અજીત પર છરી વડે જીવલેણ હુમલો કરી દેતા અજીતને શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું તો હુસેનને પણ ગંભીર ઈજા પહોચતા રાજકોટ ખસેડાયો હતો આ બનાવમાં પોલીસે હત્યા ક્રર્ણ રમેશ ઉર્ફે રમલો તેમજ હત્યા બાદ તેને ભગાડવામાં મદદ કરનાર જીજ્ઞા ઉર્ફે જુલી પેથાભાઈ મોરવાડિયામ નીલેશ ઉર્ફે હિતો વાલજી રાઠોડ કિશન બાબુભાઈ વલીયાણી સામે ગુન્હો નોધી તેમની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ પોલીસે કેસની તપાસ પૂર્ણ કરી ચાર્જ સીટ ફાઈલ કરતા કેસ સેસન્સ કોર્ટમાં તબદીલ થયો હતો જ્યાં સેકન્ડ એડીશનલ જજ વિરાટ કે બુદ્ધની કોર્ટમાં કેસ ચાલ્યો હતો જ્યાં સરકારી વકીલ સંજય સી દવે દ્વારા સરકાર તરફી દલીલ કરી હતી તેમજ ૧૬ મૌખિક અને ૪૧ લેખિત પુરાવા રજુ કરાયા હતા આ કેસમાં કોર્ટે આરોપી રમેશ ઉર્ફે રમલો મંગાભાઈ બાંભવાને કોર્ટે ગુનેગાર ઠેરવ્યો હતો અને આજીવન કેદ ફટકારી હતી સાથે સાથે અલગ અલગ કલમ હેઠળ ૩ લાખનો દંડ ફટકાર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW