HomeGujaratટંકારાના છતર માં દંપતીના આપઘાતની ઘટનામાં વ્યાજ ખોરોનો ત્રાસ કારણભૂત હોવાનું સામે...

ટંકારાના છતર માં દંપતીના આપઘાતની ઘટનામાં વ્યાજ ખોરોનો ત્રાસ કારણભૂત હોવાનું સામે આવ્યું

મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા મસમોટા દાવા કરી વ્યાજ ખોરોને ગેરકાયદે ધંધા મુકી દેવા પડકાર ફેક્યો હતો ખુદ એસપી એવા દાવા કરતા હતા કે વ્યાજખોરોને કોઈ કાળે છોડવામાં નહી આવે જોકે આ દાવા પોકળ સાબીત થયા વ્યાજખોરો સામે ફરીયાદ નોધવા અને આરોપીઓને પકડવાની આંકડાકીય રમત રમ્યા બાદ પણ જિલ્લામાં વ્યાજ ખોરી કે મિલકત પડાવી પઠાણી ઉઘરાણી કરવામાં આવી ન હતી
ટંકારા તાલુકાના છતરગામમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતિએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના હડાળા ગામમાં રહેતા અને મકાઈના લીલા ડોડા વેચવાની કામગીરી કરતા નીલેશભાઈ મનસુખભાઈ ખૂટ અને તેના પત્ની ભારતીબેન નામના દંપતીએ ગત રાત્રે છતરગામની પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા ગટ ગટાવી લેતા ગંભીર હાલતમાં રાજકોટ ની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બન્નેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મૃતકને સંતાનમાં મિલન નામનો પુત્ર હોય એક જે રાજકોટ સીટી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે
દંપતી દ્વારા વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે આ અંગે હજુ સત્તાવાર ફરિયાદ નોધાઇ ન હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW