મોરબીના રવાપર ગામમાં આવેલા ઓમકાર હાઈટમાં રહેતા નીપુલભાઈ પ્રવીણભાઈ ઓઝા નામના આધેડ ફ્લોરા ૧૧ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન રઘો મેરજા અને નવીન નામના શખ્સે પોલીસ પાસે અમારી વાતો કેમ કરે છે તેમ કહી તેની સાથે ગાળાગાળી કરી હતી તેમજ ઢીકા પાટુંનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે નિપુલભાઈએ બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોધાવી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

