HomeGujaratમોરબીમાં ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાં ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ મદીના પેલેસના પાર્કીંગમાંથી ઈંગ્લીશ દારૂની 96 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે મોરબી અયોધ્યાપુરી રોડ પર આવેલ મદીના પેલેસના પાર્કીંગમાં રેઇડ કરતા પાર્કીંગમાથી વિદેશીદારૂ ની બોટલ નંગ 96 કી.રૂ.36,960/- ના મુદામાલ સાથે મુસ્તાકભાઇ જુસબભાઇ કટીયા ઉ.વ.21 રહે. મોરબી મચ્છીપીઠ ઇદગાહ રોડ મચ્છુમાની જગ્યા સામે મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે અન્ય એક ઈસમ સલીમ જુસબભાઇ કટીયા રહે.મોરબી મચ્છપીઠ ઇદગાહ રોડ મચ્છુમાની જગ્યા સામે મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW