મોરબીમાં દિન પ્રતિદિન ભેળસેળ યુક્ત ખાદ્ય ચીજ વસ્તુનું વેચાણ થતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે ખાસ કરીને દૂધ અને માવાની વાનગીમાં ભેળસેળની ફરિયાદ વધી રહી છે ત્યારે આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોરબી શહેરમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને નહેરુ ગેટ ચોક વિસ્તારમાં આવેલ પાયલ સિંગ સેન્ટર અને આબિદ એચ અંદાણી એમ બે પેઢીમાં ચેકિંગ કર્યું હતું જ્યાં ઘીનો જથ્થો શંકાસ્પદ જણાતા તેના નમુના લેવામાં આવ્યા હતા અને તપાસ અર્થે ગાંધીનગર ફૂડ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત સ્થળ પરથી મળી આવેલા જથ્થાને સીઝ કરવામાં આવ્યું હતું નમુનાનું પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ ઈન્સપેક્ટર મિતેશ છાત્રોલાએ જણાવ્યું હતું

