HomeGujaratમોરબીમાં સોસાયટીના ગેટ બનાવતી વખતે સ્લેબ તૂટી પડતાં ચાર મજૂરો ઈજાગ્રસ્ત, સદનસીબે...

મોરબીમાં સોસાયટીના ગેટ બનાવતી વખતે સ્લેબ તૂટી પડતાં ચાર મજૂરો ઈજાગ્રસ્ત, સદનસીબે જાન હાની નહીં 

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ નજીક  ગેઇટનું કામ ચાલતું હતું  તે દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો. જેના કારણે ત્યાં કામ કરતા ચાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

 મોરબીના સામાકાંઠે આવેલા વેજીટેબલ રોડ ઉપર સોસાયટીનો ગેઇટ બનાવવાનું કામકાજ ચાલુ હતું.ત્રાપા-ટેકા ગોઠવીને માલ ભરાઇનું કામ ચાલુ હતુ તે દરમિયાન સ્લેબ પડી ગયો હતો. બનાવ વખતે ગેઇટ બનાવની કામગીરી કરતા  જોગડીયાભાઈ અચનભાઈ ગેહલોત , મનસુખ મોહનભાઈ પરમાર , વિનોદ કાળુભાઈ મહિડા અને હારૂનભાઇ હમીરભાઈ કટિયાને ઇજાઓ પહોંચી હતી. ચારેય ઇજાગ્રસ્તોને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ થતા આવતા બી ડિવિઝન પોલીસે નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW