ખેતી માટે સિંચાઈ અને પીવા માટે પાણી ઓછું મળવું તેમજ દઈસરડા (આજી) કાચો રસ્તો પાકો થાય તો રોહિશાળાથી રાજકોટ જવું સેહલું પડે,
ટંકારાના રોહિશાળા ગામ વર્ષોથી સૌથી મોટું પાણીનું દુઃખ છે. વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ તરીકે જાણીતા ટંકારા તાલુકો આજે પણ સુવિધા વિહોણો છે. ખાસ કરીને ખેતી અને પીવાનું પાણી અયોગ્ય રીતે મળતું હોવાથી મહિલાઓ સહિત ગ્રામજનોને ભારે હાડમારી સહન કરવી પડે છે. ખેતી માટે સિંચાઈ અને પીવાના પાણીખેતી માટે સિંચાઈ અને પીવા માટે પાણી ઓછું મળવું તેમજ ભંગાર રસ્તાઓ અકસ્માત ઝોન બને તેવી ભીતિ સેવાય રહી છે.
ટંકારા તાલુકાનું આશરે 300 વર્ષ જૂનું રોહિશાળા ગામને સમય જતાં જમાનો બદલવાથી આધુનિકતાનો જરૂર રંગ લાગ્યો છે. જેમાં ગામના મોટાભાગના મકાનો ઇમારતવાળા અને સામાન્ય લોકોએ પણ પોતાની રોજગારી કે ખાનગી ક્ષેત્રોમાં નોકરી હોય અને પોતાની મહેનતથી ઘરમાં પણ એસી, એલઇડી ટીવી, ઘરેઘરે બાઇકો,ગાંડીઓ જેવી તેમજ ઘરેઘરે શૌચાલય, 8 ધોરણ સુધીની સ્કૂલ, આંગણવાડી, ગામમાં પ્રાથમિક ઉપચાર માટે આરોગ્ય કેન્દ્ર અને ગામના 70 ટકા લોકો વેલ એજ્યુકેટેડ, જ્યારે ગામમાં હજુ સુધી 60 ટકા રસ્તા પાકા થયા હોય 40 ટકા રસ્તાઓ પાકા બનાવાને હજુ વાર છે.જ્યારે ગામમાં એકાતરે નર્મદાનું પાણી વિતરણ કરવામાં આવતું હોય પણ લાંબા સમયથી પૂરતા પ્રેશરથી પાણી આવતું ન હોય અને એકાતરે પાણી વિતરણ કરવામાં આવે ત્યારે પ્રેશર ઓછું હોય ગામમાં બધા લોકોને પાણી પુરતુ મળતું નથી.તેમજ સિંચાઈની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેતી કાયમ માટે તરસી છે.

