ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટફેરા વધ્યા હોવાના દાવા થઈ રહ્યા છે વન વિભાગની ટીમ દ્રારા અગાઉ રામપર કોયલી, અને. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેનું લોકેશન મેળવવા તજવીજ હાથ ધરી હતી જોકે તે તે વખતે કોઈ સગડ મળ્યા ન હતા ટંકારામાં દીપડાના આંટાફેરા વાતો વચ્ચે નસિત પરમાં એક યુવાન પર વન્ય જીવ દ્વારા હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી હતી.મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નસીતપર ગામમાં ડેમી નદીના કાંઠે રહેતા અને ઈંટોનાં ભઠ્ઠામાં કામ કરતા અરવિંદ ઉર્ફે હકાભાઈ ભાંભી નામનો યુવાન રવિવારે રાત્રે ઘરની બહાર સૂતો હતો તે દરમિયાન અડધી રાત્રે આસપાસ વન્ય પ્રાણીએ અરવિંદ પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી ડરી જતા તેમણે બૂમાબૂમ કરી મૂકતા ઘરમાં રહેતા તેના પરિંજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકના મોઢાના ભાગે અને શરીરમાં ગંભીર રીતે ઈજા પહોંચતા યુવકને લોહી લોહાણ હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબોએ સારવાર કરતાં સ્થિતિમાં સુધારો થયો હતો.મોઢાં ભાગે અને આંખના ભાગે ટાંકા આવ્યા હતા. બનાવની જાણ થતાં ટંકારા રેન્જ વન વિભાગની ટીમ નસિતપર ગામે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.જે સ્થળે યુવક પર હુમલો થયો ત્યાં તપાસ હાથ ધરી હતી.જોકે સ્થળ પરથી કોઈ ક્યાં પ્રાણી વડે હુમલો. થયો તે અંગે કોઈ માહિતી સામે આવી શકી ન હતી જેથી ખરેખર હુમલો દીપડા એ કર્યો અથવા અન્ય વન્ય પ્રાણી તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી

