મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ બાપાસીતારામવાળી શેરીમાં આવેલા ભાડાના મકાનમાં રહેતા અને મજુરી કામ કરતા ઇરીક ઇલપીન ખાખા નામના 20 વર્ષીય યુવક માનસિક બીમારીથી પીડાતો હોય અને છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્થિર હોય તેવી સ્થિતિ થઇ જતા બે દિવસ પહેલા તેના જ મકાનના પાછળ ભાગે આવેલા લીમડાના વૃક્ષ સાથે દોરી વડે ગળામાં ફંદો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ બાદ યુવકને સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે યુવકના પડોશમાં રહેતા અમોશ અલેક્સીપુસ બરાએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

