મોરબીમાં પંચમહાલ જિલ્લાના 80 ટકાથી વધુ ખેત મજૂરોનું તેમના વતન જવા પ્રયાણ
મોરબી-દાહોદ વચ્ચના ભારે ટ્રાફિકને પહોંચી વળવા 25 વધારાની એસટી બસો શરૂ કરવાની ડેપો મેનેજરની જાહેરાત
હોળી-ધુળેટી તેમજ દિવાળીના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં પરપ્રાંતિય પરિવાર તેમના માદરે વતનમાં જતા હોય છે મોરબી જિલ્લામાં ખેતીવાડી અને સીરામીક ઉદ્યોગ માં દાહોદ અને ગોધરા પંથકના શ્રમિકો મોટીસંખ્યામાં કામ કરે છે અને તહેવારના સમયમાં મોટી સંખ્યામાં શ્રમિકો વતનની વાટ પકડતા હોવાથી મોરબી એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ મોરબીથી દાહોદ, ગોધરા સહિતના સ્થળોએ એક્સ્ટ્રા રૂટની સંચાલન કરવાનું નક્કી કરી 25માર્ચથી એક્સ્ટ્રા બસ દોડાવવાનું શરૂ કરી દીધું છે.
જેમ જેમ હોળીનો તહેવાર નજીક આવે તેમ મોરબી જિલ્લામાં ખેતીવાડી, સીરામીક તેમજ બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો પોતાના વતન જવા દોટ મુક્તા હોય છે ત્યારે આ લોકો સરળતાથી પોતાના વતન પહોંચે તેના માટે મોરબી એસટી ડેપો દ્વારા રૂટિનની સાથે એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી રહી છે. મોરબી ડેપો મેનેજર પઢારીયાએ જણાવ્યું હતું કે મોરબીમાં સૌથી વધુ મજૂરો દાહોદ સાઈટના હોય છે અને હાલ હોળીનો તહેવાર આવતો હોવાથી પોતાના વતન જવા માટે ડેપોમાં મોરબીથી દાહોદ જવા માટે પેસેન્જરો ઘસારો જોવા મળે છે. હાલ તો દરરોજ મોરબીથી 21 જેટલી બસો દાહોદ બાજુ દોડે છે પરંતુ વધુ પેસેન્જરોને પહોંચી વળવા માટે 15 તારીખથી એક્સ્ટ્રા બસો શરુ કરી છે જેમાં પહેલા ત્રણ દિવસ એક – એક અને પછી જેમ જરૂર પડશે તેમ વધારવામાં આવશે અને 24 તારીખ સુધીમાં 25 બસો દ્વારા 50 જેટલી વધારાની ટ્રીપો દોડાવવામાં આવી છે અને હોળી તહેવારમાં ડેપોને 4.5 લાખની વધારાની આવક થવાનો અંદાજ લગાવાયો છે .
મોરબી ડેપોને ગત વર્ષે રૂ. 4.96 લાખની વધારાની આવક થયેલી
મોરબીમાં હોળી એટલે રંગોત્સવમાં મોટાભાગના લોકો બહારગામ જતા નથી.જો કે અમુક માલેતુજાર લોકો જ પર્યટન કે હરિદ્વાર, દ્વારકા જતા હોય છે. તેમાંય હોળી-ધુળેટીએ દાહોદ વિસ્તારના શ્રમિકો વતન વાપસી કરતા મોરબી એસટી વિભાગનું આયોજન મુજબ દાહોદની કુલ 48 એક્સ્ટ્રા બસ દોડાવી ગત વર્ષે મોરબી ડેપોએ 4.96 લાખની વધારાની આવક મેળવી હતી.

