મોરબીના સામા આવેલ રૂષીકેશ વિદ્યાલયની બાજુમાંથી ઈંગ્લીશ દારૂની 25 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે
મોરબીના સામા કાંઠે અરીહંત નગરમાં રૂષીકેશ વિદ્યાલયની બાજુમાં રહેતા આરોપી પિયુષભાઈ ઉર્ફે ખારો બાબુભાઈ ઉ.વ.42 વાળાએ પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -25 કિં રૂ. 2500 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

