મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં ખેત મજુરી કરતા મહેશભાઈ ભાભર નામના ખેત મજુરનો 7 વર્ષનો દીકરો કુલદીપે સફેદ તલ ખાધા હતા જે બાદ તેને પેટમાં દુખાવો ઉપડયા બાદ ઉલટી થવા લાગી હતી જેથી ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

