HomeGujaratજાએ તો જાયે કહા ! પંચાસર રોડ એક તરફ ખોદેલો,બીજી તરફ...

જાએ તો જાયે કહા ! પંચાસર રોડ એક તરફ ખોદેલો,બીજી તરફ ભૂગર્ભ ગટરનું તૂટેલ ઢાંકણું

મોરબી શહેરમાં એક પછી એક સમસ્યા એટલી હદે વકરી છે કે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ બની ગઈ છે. તેમાં પણ ભૂગર્ભ ગટર સફાઈનો અભાવ તેમજ તેની તૂટેલ ચેમ્બર લોકો માટે મુસીબત બની છે ત્યારે મોરબીનો પંચાસર રોડ વાહન ચાલક માટે જીવલેણ બન્યો છે મોરબી શહેરના પંચાસર રોડ બનાવવાની હાલ કામગીરી ચાલી રહી છે જેના કારણે એક તરફ રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને તમામ વાહન એક રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે જોકે જે સાઈડ પર વાહન ડાયવર્ટ કરવામાં આવ્યો છે તે સાઈડ પ્રમુખ સ્વામી સોસાયટી પાસે ભૂગર્ભ ગટરની ચેમ્બર તૂટેલ છે અને તેના કારણે ત્યાથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડે છે તો સાંકડો રોડ અને તેમાં તૂટેલ ઢાકણા ના કારણે બે વાહન સામે આવે તો એકને ઉભા રહેવું પડે છે અને તેના કારણે ટ્રાફિક જામ સર્જાય છે તો ક્યારેક નાના મોટા અકસ્માત પણ સર્જાય છે ત્યારે સ્થાનિકો થતી હાલાકી દુર કરવા તંત્ર વહેલી તકે ભૂગર્ભ ગટરની કુંડી રીપેર કરે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW