આજના સમયમાં મહિલા હવે માત્ર ઘરમાં બેસી રહેનાર સ્ત્રી રહી નથી પરંતુ તમામ ક્ષેત્રમાં પુરુષની સાથે ખભે ખભો મેળવી અને મોભાદાર સ્થાન ધરાવે છે. નોકરી અને ઘરની જવાબદારીના બે મોરચે લડવામાં પોતાના શરીર પ્રત્યે કાળજી લેવા માટે સમય મળતો ન હોય અથવા મહિલાઓ ઉદાસીન રહેતી હોય ત્યારે મોરબીમાં સ્ત્રી સશક્તિકરણની દિશામાં બાળવન ક્રીડાગણએ આગવી પહેલ કરી મહિલાઓ પોતાનું શારીરિક તંદુરસ્તી માટે પણ જાગ્રુત રહે એ માટે માત્ર મહિલાઓ માટે જ રમત ગમત કેમ્પનું અયોજન કર્યું છે.
મોરબીના રવાપર ઘુનડા રોડ પર ફ્લોરા 158ની બાજુમા ક્રિષ્ના સ્કૂલની સામે વિશાળ જગ્યામાં મોબાઈલની ગેમમાં મશગુલ હાલના શૈશવકાળને ખરી મજા આપવા માટે સુંદર મજાનું બાલ ક્રીડાગણ બનાવવામાં આવ્યું હોય આ બાળવન ક્રીડાગણ દ્વારા બાળકોની સાથે હવે સ્ત્રી સશક્તિકરણની દિશામાં પહેલ કરી મહિલાઓ પણ પોતાના શરીરને એકદમ ચુસ્ત અને ફિટ તંદુરસ્ત રાખવા માટે જાગૃત બને એ માટે આગામી 25 ફ્રેબ્રુઆરીએ રવિવારે માત્ર દરેક વર્ગની મહિલાઓ માટે એકદમ વિનામૂલ્યે રવાપર ઘુનડા રોડ પર ફ્લોરા 158ની બાજુમા ક્રિષ્ના સ્કૂલની સામે વિશાળ જગ્યામાં બાળ ક્રીડાગણમાં રમત ગમત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતા થનાર મહિલાઓને યોગ્ય પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાશે અને આ કેમ્પમાં ભાગ લેવા માટે તા.23 સુધીમાં98256 77901મોબાઇલ નંબર ઉપર મહિલાઓને રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

