HomeGujaratમોરબીમાં કાર ઓવર ટેક કરવા મુદે યુવકને ફડાકા ઝીકી દેવાયા

મોરબીમાં કાર ઓવર ટેક કરવા મુદે યુવકને ફડાકા ઝીકી દેવાયા

મોરબીના વીસી ફાટક નજીક કાર ઓવરટેક કરવા મુદ્દે જામી પડી હતી. જેમાં મિત્ર સાથે કાર લઈને નીકળેલા યુવાને કાર ઓવરટેક કરતા રઘવાયેલા થયેલા શખ્સે તારે કોઈની હવા હોય તો કાઢી નાખજે કહી યુવાનને ફડાકાવાળી હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલા ભડીયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા ધ્રુવભાઇ અમરશીભાઈ મકવાણા  નામનો 19 વર્ષીય  યુવાન પોતાના મિત્ર મનીષભાઈની સાથે કારમાં જતા હતા ત્યારે મોરબીના વીસી ફાટક પાસે તેમણે  કાર ઓવરટેક  કરવા કરતા વીરેનસિંહ નામના શખ્સના પેટમાં તેલ રેડાયું હોય એમ ઉશ્કેરાયેલ જઈ બોલાચાલી કરી હતી જે બાદ  ઘટનાએ  ઉગ્ર સ્વરૂપ ધારણ કરી યુવાન સાથે બોલાચાલી કરી મારામારી પર ઉતરી આવ્યો હતો અને છકી ગયેલા આ શખ્સે વિવેકભાન ભૂલીને “તારે કોઈની હવા હોય તો કાઢી નાખજે” તેમ કહીને ફડાકા ઝીકી દીધા હતા જે બાદ યુવાને એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને તેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW