સમગ્ર રાજયમાં યોજાનાર આવાસ યોજના ઈ-લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અન્વયે આગામી ૧૦ ફેબ્રુઆરીએ મોરબી જિલ્લામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.10 મી ફેબ્રુઆરીનાં રોજ યોજાનાર છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાના તાલુકાઓમાં પણ આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ અને ખાતમૂર્હુત કાર્યક્રમ યોજાનાર છે. તા.10 મી ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લાની ચાર વિધાનસભા બેઠક મુજબ યોજનાર કાર્યક્રમમાં 4 નગરપાલિકા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના 444 જેટલા લાભાર્થીઓના આવાસનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ થાય છે.
આગામી 10 ફેબ્રુઆરીએ મોરબી માળિયા વિધાનસભા સીટ અન્વયે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર વિધાનસભા સીટ અન્વયે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ટંકારા વિધાનસભા સીટ અન્વયે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને હળવદ વિધાનસભા સીટ અન્વયે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

