મોરબીના વીરપરડા ગામમાં ગત રવિવારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ઓમ બન્ના હોટેલના કમ્પાઉન્ડમાં ઓરડી બનાવી ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી તેને ગેર કાયદે વેચાણનું કૌભાંડ પકડી પાડ્યું હતું બનાવમાં પોલીસ કર્મચારી ભરત મિયાત્રા સહીત 9 આરોપીની ધરપકડ કરવામાં આવ્યા હતા તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજુ કર્યા હતા જે પૈકી 3 આરોપી બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા બીજી તરફ આ ઘટનામાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા આરોપી ભરત મિયાત્રાને તેમજ આમરણ બીટના જમાદાર અર્જુનસિંહ ઝાલા ને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

