કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટના હોય કે ઈમરજન્સી સર્વિસ ગુજરાતના શહેરી વિસ્તારમાં પોલીસ 10 મીનીટમાં જયારે ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનીટમાં પહોચશે તેવો દાવો રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ કર્યો છે બજેટમાં રાજ્યનાણા મંત્રી દ્વારા જન રક્ષક સહાય યોજનાની જાહેરાત કરી હતી શું છે આ જન રક્ષક સહાય યોજના તે વિશે જાણીએ
ગત તા 2 ના રોજ રાજ્યના નાણા મંત્રી દ્વારા વર્ષ 2024-25 જેમાં નંબર 112 ડાયલ કરવાથી પોલીલ, ફાયર બ્રિગેટ અને બીજી ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી જશે.જેમા તેમણે વિકસિત ગુજરાત @2047 સુધીનો રોડમેપ જાહેર કરી દીધો છે. આ બજેટમાં અનેક મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતોમાં એક જાહેરાત કરતા તેમણે નંબર 112 અંગે પણ જણાવ્યુ છે. જેમા તેમણે જણાવ્યુ કે, નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થશે. આ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા ‘જનરક્ષક યોજના’ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.આ માટે સરકારે જનરક્ષક યોજના નામની યોજનાની જાહેરાત કરી છે. આ માટે સમગ્ર રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.

