HomeGujaratજુનાગઢના મેંદરડામાં વેપારીભાઈઓને બંધક બનાવી ત્રણ શખ્સે સોનાની બિસ્કીટ,રોકડ મળી 81.57 લાખની...

જુનાગઢના મેંદરડામાં વેપારીભાઈઓને બંધક બનાવી ત્રણ શખ્સે સોનાની બિસ્કીટ,રોકડ મળી 81.57 લાખની લૂંટ

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રોજસરા ગામમા રહેતા સોની વેપારીભાઈઓને લુટારુ ટોળકીએ જ ઘરમાં બંધક બનાવ્યા હતા અને 81 લાખ રૂપિયાના સોનાનાં બિસ્કિટ અને 21 કિલો ચાંદીની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની ચકચાર ઘટના સામે આવી છે . ત્રણ લૂંટારામાં એક સોની વેપારીનો મિત્ર હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે. લૂંટારૂ મિત્ર બનીને બીજા બે શખ્સ સાથે વેપારીના ઘરે આવ્યો હતો અને ચા-પાણી પીધા બાદ છરી અને રિવોલ્વર બતાવી લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે ડોગ-સ્કવોડ, એફએસએલ સહિતની ટીમોની મદદ લઈ લૂંટારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

લૂંટારાઓએ જેના ઘરમાં ચા પીધી ત્યાં જ લૂંટ કરી
મેંદરડા તાલુકાના રાજેસર ગામે રહેતા જિતેન્દ્ર લોઢિયા અને તેના ભાઈ તુલસી વ્રજલાલ લોઢિયા સોના-ચાંદીના દાગીના બનાવવાનો વ્યવસાય કરે છે. ગઈકાલે રાત્રિના 10:00 વાગ્યાની આસપાસ જિતેન્દ્ર લોઢિયાની પરિચિત વ્યક્તિ દીપક અશોક જોગિયા સોની વેપારીના ઘરે આવી હતી અને આ બંને એકબીજાને ઓળખતા હોઈ, જેને લઇ ચા-પાણી પીતાં પીતાં વાતચીત કરી હતી. ત્યાર બાદ જિતેન્દ્ર લોઢિયાને ચા પીધા બાદ પાણી પીવાની ટેવ હોઈ, જેથી તેઓ રસોડામાં ગયા હતા. ત્યારે જ તેના ઘરે આવેલા દીપક જોગિયા અને તેના બે સાથી મિત્રો લોઢિયાબંધુઓને છરી અને રિવોલ્વર જેવું હથિયાર બતાવી બંધક બનાવ્યા હતા. ત્યાર બાદ દીપક જોગિયા અને તેના બંને મિત્રો સોની વેપારીના ઘરમાં રાખેલાં સોનાનાં 8 બિસ્કિટ, વજન 928 ગ્રામ કિં રૂ.58 લાખ, 21 કિલો ચાંદી, કિં રૂ.14,.70 લાખ અને રોકડ રૂ. 9 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

લૂંટારાઓ ફરાર થયા બાદ ભોગ બનનાર સોની વેપારી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનને પોતે લૂંટાયા હોવાની જાણ કરવામાં આવી હતી. આ મામલે જિતેન્દ્ર લોઢિયા દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનમાં તેમની પરિચિત વ્યક્તિ દીપક જોગિયા અને બે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW