મોરબીમાં નાસ્તા માટે લીધેલો પફ ખાતી વખતે તેમાંથી લોખંડનો સ્ક્રુ નીકળતા ભારે અચરજ ફેલાયું હતું ઘટનાનો ફોટો અને અતુલ બેકરીનું બીલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયું હતું જ જેને કારણે આ પફ રવાપર રોડ પરના વૈદહી પ્લાઝામાં આવેલી અતુલ બેકરીની હોવાની ચર્ચા ચાલી રહી છે બીલમાં એક ચોકો ડીલાઇટ અને ઓર્ડર કરવામાં આવ્યો હોય અને તેના અંતે રૂ 479 રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે આ સ્ક્રુ વાળા પફનો ફોટો અતુલ બેકરીનો છે કે કેમ તે અંગે ઇન્ડિયા એક્ઝેટ ન્યૂઝ પુષ્ટી કરતું નથી
જોકે આ રીતે ખાદ્ય પદાર્થમાં આ રીતે જોખમી સ્ક્રુ નીકળવો એક ગંભીર ઘટના કહેવા અને તે અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવી જોઈએ તપાસમાં જો આ પ્રકારની બેદરકારી સામે આવે તો જવાબદાર સામે એક્શન લેવા જોઈએ જેનાથી ભવિષ્યમાં આવી ઘટના થતી અટકાવી શકાય.
જોકે અતુલ બેકરી નો આઉટલેટ સ્ટોર ધરાવતા પ્રતિકભાઈ કોટેચા જણાવ્યું હતું કે બે દિવસ પહેલા અમારી પાસેથી પફ લઇ ગયા હતા અને બે કલાક પછી પાછા આવી અમને જાણ કરી એટલે અમે તપાસ કરી હતી શરુઆતમાં અમારી પાસે મોટી ડીમાંડ કરી હતી જેથી આ અંગે કંપનીમાં જાણ કરતા તે ગ્રાહક સાથે અમારી કંપની દ્વારા ચર્ચા કરી હતી અને કોઈ ફરિયાદ ન કરી હોવાનું સામે આવ્યું છે જોકે અમારી કંપનીમાં મેટલ ડિટેકટર ઉપલબ્ધ છે અને તેમાંથી પાસ થયા બાદ અમારી પાસે આવે છે અને અહીંથી વેચાણ કરાય છે તેથી આ શક્ય નથી

