મોરબીમાં વિશ્વકર્મા ફાઉન્ડેશન એવમ સમૂહ લગ્ન સમિતિ તેમજ વિશ્વકર્મા લુહાર સમાજ દ્વારા આગામી 30 જાન્યુઆરીના રોજ નવલખી રોડ પર આવેલા બહુચર પાર્ટી પ્લોટ ખાતે દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્નોત્સવમાં 8 નવ દંપતી પ્રભુતામાં પગલા પાડશે. સમૂહ લગ્નોત્સવ સ્થળ પર 30મી બપોરે 2:15 વાગ્યે જાન આગમન થશે.3 વાગ્યે સામૈયા.4 :15 વાગ્યેના હસ્ત મેળાપ અને લગ્ન સાત ફેરા વિધિ થશે જયારે 6 વાગ્યે સમૂહ ભોજન કાર્યક્રમ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવના આયોજનમાં લુહાર જ્ઞાતિ બોર્ડીંગ એન્ડ ભોજન શાળા,વિશ્વકર્મા ફાઉંડેશન યુવક મંડળ તેમજ વિશ્વ કર્મા મહિલા પ્રગતી મંડળ પણ સહયોગી બન્યું છે વધુ માહિતી માટે જયેશભાઈ મોબાઈલ નંબર 9979017971નો સંપર્ક કરવા જણાવ્યું છે

