HomeGujaratમોરબી જિલ્લામાં વીજ ચોરો પર PGVCL ત્રાટકી 189 સ્થળોએ ચોરી...

મોરબી જિલ્લામાં વીજ ચોરો પર PGVCL ત્રાટકી 189 સ્થળોએ ચોરી પકડાઈ રૂ. 96.67 લાખનો દંડ ફટકાર્યો


મોરબી જીલ્લામાં દિન પ્રતિદિન વીજ ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેના કારણે મોટા પાયે વીજ લોસ થતો હોવાથી પીજીવીસીએલ દ્વારા આવા તત્વો પર કડક કાર્યવાહી શરુ કરી છે અને પીજીવીસીએલના મોરબી સર્કલ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી વીજચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં 189 કનેક્શનમાં ગેરરીતી ઝડપી લઈને ટીમે 96.67 લાખની વીજચોરી ઝડપી લઈને દંડ ફટકાર્યો છે

પીજીવીસીએલ મોરબી વર્તુક કચેરી હેઠળના મોરબી, માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારા તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના વિસ્તારોમાં તા. 23 થી 25 સુધી ત્રણ દિવસ પોલીસ, SRP અને એક્સ આર્મી પ્રોટેક્શન સાથે રાખીને 48 ટીમો દ્વારા વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. જેમાં મોરબી, અંજાર, જામનગર, ભુજ તેમજ અન્ય જીલ્લામાંથી આવેલ અલગ અલગ ટીમો દ્વારા વીજચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં રહેણાંકના 1529, વાણીજ્યના 66 તેમજ ખેતીવાડીના 37 સહીત કુલ 1632 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા

જેમાં રહેણાંકના 176, વાણીજ્યના 06 અને ખેતીવાડીના 07 કનેક્શન મળીને કુલ 189 કનેક્શનમાં ગેરરીતી ઝડપી લેવામાં આવી હતી જેમાં રહેણાંકમાં રૂ 64.33 લાખ , વાણીજ્યમાં રૂ26.94 લાખ અને ખેતીવાડીમાં રૂ 5.40 લાખ સહીત કુલ રૂ 96.67 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW