મોરબી શહેરના જુના બસ સ્ટેશન રોડ પર આવેલ ધરતી ટાવરમાં આવેલા ભવાની એક્સપ્રેસ નામની આંગડીયા પેઢીમાં જુગારની મહેફીલ જામી હતી આ અંગેની બાતમી મોરબી એ ડીવીઝન પોલીસની ટીમને થતા પોલીસ સ્થળ પર ત્રાટકી હતી અને જુગારની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો હતો અને જુગાર રમતા મહેશભાઇ રમણલાલ પટેલ મોરબી આલાપરોડ શીવરંજની એપાર્ટમેન્ટ, ભીખાજી ઉર્ફે ભાણો દિવાનજી ઠાકોર રહે.મોરબી શનાળારોડ ડાર્વીન એપાર્ટમેન્ટ , દીલીપભાઇ રામાભાઇ પટેલ રહે.મોરબી ધરતીટાવર મણીલાલ મગનલાલની ઓફીસમા, સંજયકુમાર અંબાલાલ પટેલ,મોરબી વાવડીરોડ ગાયત્રીનગર સોસાયટી
તેમજ ભાવેશકુમાર ચંદુલાલ પટેલ .મોરબી વાવડીરોડ ઉમીયાપાર્ક સોસાયટી વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 1 લાખ રોકડા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો

