માળિયા મિયાણા તાલુકાના ગામડાને અડીને આવેલા મોરબી તાલુકાનું પીપળીયા ગામ વર્ષો જુનું છે મોટા ભાગના લોકો મોરબી શહેરમાં રહેવા જતા રહ્યા છે જેના કારણે હાલ વસ્તી ખુબ ઓછી છે 1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં રોડ રસ્તા અને પાણી સહીતની સુવિધાઓ તો છે પરંતુ વર્ષોથી ગામમાં નાના બાળકોની સુરક્ષા બાબતે જોખમ છે.ગામમાં આવેલી આંગણવાડીનું ,મકાન જર્જરિત હાલતમાં છે . વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં પીપળીયા ગામની આ આંગણવાડીને કારમી થપાટ લાગતા પછીથી ધીરે ધીરે ભયજનક બની ગઈ હતી. આ આંગણવાડી ખૂબ જોખમી બની જવાથી અને બેસવા લાયક પણ ન રહેતા બાળકોની સલામતી ખાતર અંતે આંગણવાડીને તાળા મારીને બંધ કરી દેવામાં આવી હતી. હવે ગામમાં એક મકાન ભાડે રાખીને તેમાં બાળકોને બેસાડી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ આપીને આ ભાડે મકાનમાં આંગણવાડી ચલાવવામાં આવી રહી છે.આ મુદે જિલ્લા પંચાયતમાં અનેક વખત માંગણી મુકવામાં આવી હોવા છતાં આજ સુધી નવી આંગણવાડીનું ભવન મંજુર ન થતા ગ્રામજનો વહેલી તકે નવી આંગણવાડી મંજુર થાય તેની રાહ જોઈ રહ્યા છે
મોરબીના પીપળીયા ગામ રાજાશાહી વખતથી અસ્તિત્વ હોય અને હવે આ આખું ગામ જૂનું અને નવું પીપળીયા એમ બે ભાગમાં વહેંચાય ગયું છે. 1200ની આસપાસ વસ્તી ધરાવતા આ ગામમાં 60 ટકા લોકો ભણેલા ગણેલા છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી ગામની તમામ ખેતી હરિભરી અને સમૃદ્ધ છે. આ ગામમાં આંગણવાડી જર્જરિત હોય એક વર્ષ પહેલાં નવી બનાવવાની માગણી કરી હતી. પણ એ માટે મનરેગાની ગ્રાન્ટ આવી હોય પણ કોઈ મજૂર કરવા તૈયાર ન હોવાથી આ આંગણવાડી હજુ અધરતાલ છે. ગામમાં બીજી સુવિધાઓમાં જોઈએ તો પ્રાથમિક શાળા અને એથી આગળ ભણવા માટે થોડે દુર પીપળીયા ચોકડીએ આવેલી વિવિધ હાઈસ્કૂલો, ગટર, લાઈટ, સફાઈ, ઘરેઘરે શૌચાલય, તેમજ મકાનો પણ આધુનિક ઢબના બની ગયા છે. તેમજ પીવાના પાણીનું પણ ગામલોકોને જરાય દુઃખ નથી. જો કે પ્રદુષણનો પ્રશ્ન પણ ન હોવાથી આ ગામનું શુદ્ધ વાતાવરણ હજુ સુધી જળવાય રહ્યું છે.

