HomeGujaratમોરબીના રવિરાજ ચોકડીથી 10 પાડા કતલખાને લઇ જતા ગૌ રક્ષકો બચાવ્યા બે...

મોરબીના રવિરાજ ચોકડીથી 10 પાડા કતલખાને લઇ જતા ગૌ રક્ષકો બચાવ્યા બે શખ્સને પોલીસ હવાલે કર્યા

માળિયા તરફથી 10 જેટલા પાડા ભરીને રાજકોટ તરફ જઈ રહ્યા હોવાની ગૌ રક્ષકોની ટીમને માહિતી મળી હતી જેના આધારે ગૌરક્ષકોની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી મોરબીના રવિરાજ ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને વાહન ઝડપી લીધું હતું અને બે ઇસમોને ઝડપી લઈ મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો હતો જે બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી છે.

હિરેનભાઈ વ્યાસ ગુજરાત દ્વારા હરેશભાઈ ચોટીલા ચૌહાણ દ્વારા મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીનાં મોરબી ગૌરક્ષક અને અને ચોટીલાના ગૌરક્ષક ભાઈઓને માહિતી આપવામાં આવી હતી કે તુફાન ગાડીમાં જીવ ને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જે વાહન કચ્છ તરફથી માળિયા થઈને રાજકોટ જવાનું છે જેથી વોચ ગોઠવી હતી અને વાહન જીજે ૦૩ બીડબલ્યુ 2405 પસાર થતા રવિરાજ ચોકડી નજીકથી વાહનને આંતરી લેવામાં આવ્યું હતું જે તૂફાનમાંથી 10 જીવ પાડા મળી આવતા વાહન કબજે લઈને બે ઇસમોને ઝડપી લીધા હતા

જે કામગીરીમાં ગૌરક્ષકોની ટીમ જેમાં હિંદુ યુવા વાહિનીના પ્રમુખ કે બી બોરીચા, શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, અને તેમની ટીમ જોડાયેલ હતી ઝડપાયેલ મુદામાલ અને આરોપીઓ તાલુકા પોલીસને સોપવામાં આવ્યા છે જેથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW