HomeGujaratમોરબીની અલગ અલગ 4 સિરામિક ફેકટરીમાં ફરી GSTના દરોડા

મોરબીની અલગ અલગ 4 સિરામિક ફેકટરીમાં ફરી GSTના દરોડા

ઉદ્યોગ નગરી મોરબી જેટલી ઉદ્યોગ માટે જાણીતી છે તેટલી જીએસટી ચોરી માટે પણ બદનામ છે અનેક ઉદ્યોગકારો ટેક્સ બચાવવા અન્ડર બિલીંગ વેચાણ કરતા હોય છે જેના કારણે સરકારને આર્થીક નુકશાન થતું હોય છે અને આ કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સી દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે તાજેતરમાં જીએસટી વિભાગ દ્વારા ઘૂટું રોડ પર ફેકટરીના દરોડા પાડવમાં આવ્યા હતા ત્યાં ફરી એકવાર જીએસટીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું

મોરબીમાં જીએસટી વિભાગે પીપળી રોડ આવેલી બે ફેકટરી સહીત અલગ અલગ 4 સ્થળે ત્રાટકી હતી અને તમામ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ દરોડા ની કામગીરી દરમિયાન લેપટોપ પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક સહિતના હિસાબને લગતા ડીઝીટલ સાહિત્ય જપ્ત કરવામાં આવ્યા છે હજુ પણ આ દરોડાની કાર્યવાહી ચાલુ હોવાની માહિતી સામે આવી રહી છે

આ ઉપરાંત અન્ય બે વિસ્તારમાં આવેલી સિરામિક ફેક્ટરીમાં પણ જીએસટીની ટીમ પહોચી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું તમામ ફેકટરીમાં જીએસટીના દરોડાની જાણ થતા આ ફેક્ટરી સાથે વહીવટ કરતી વ્યાપારી પેઢીઓમાં પણ ફફડાટ પ્રસરી ગઈ હતી

દરોડા દરમિયાન અનેક સીરામીક ફેક્ટરીઓના તેમજ ટ્રેડિંગ કંપનીઓના નામ પણ જીએસટી વિભાગને હાથે લાગ્યા છે જેમના કનેક્શન આ ફેક્ટરીઓ સાથે જોડાયેલ હોવાનું સામે આવતા આગામી દિવસમાં રાજ્યોમાં ચાલશે મોકલવામાં આવી રહી છે અને ટ્રેડિંગનું કામ પણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે જેથી કરીને આવનારા દિવસોમાં ફરી એક વખત આ તપાસ લંબાઈ તેવી શક્યતા જોવા મળી રહી છે

મોરબી પીપળી રોડ ઉપર દરોડાને પગલે અન્ય સીરામીક ઉદ્યોગમાં પણ ફફડાટ ફેલાયો હોવાની માહિતી સામે આવી રહી છે જોકે હાલ તો બે સિરામિક યુનિટ ઉપર અધિકારીઓની ટીમ દ્વારા બોલાવવામાં આવી છે અને મસ્ત મોટા જીએસટી ચોરીના તેમજ અન્ય સાહિત્ય કબજે કરવામાં આવ્યા છે જેથી કરીને આ ગ્રુપ સાથે જોડાયેલા વેપારી પર તવાઈ યોગકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW