મોરબી પંથકમાં જાણે મોટી તસ્કર ગેંગ ઉતરી આવી હોય તેમ અવાર નવાર શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટના સતત વધી રહી છે તાજેતરમાં ખાખરાળા ગામમાં એક ઘરમાં તસ્કરો ત્રાટકી સોના ચાંદીના દાગીના રોકડ સહિતનો મુદામાલ ચોરી કરી લઇ ગયા હતા તો ગઈ કાલે તાલુકા પોલીસે એક મોટી ધાડ પાડું ગેંગને ઝડપી પાડી હતી જોકે આ આ ઓછું હોય તેમ ધરમપુર ગામ પાસે આવેલી સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ ગુરુકુળમાં ગત 25 ડિસેમ્બરે રાત્રીના સમયે 6 જેટલા અજાણ્યા શખ્સો શાળાની બાઉન્ડ્રી વોલ કુદી શાળામાં આવ્યા હતા અને ગુરુકુળની ઓફિસમાં ઘુસી ગયા હતા અને ઓફીસમાં રાખેલી વિધાર્થીઓની ફીની રૂ 85 હજાર જેટલી રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા તમામ આરોપીઓની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી આં અંગે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી

