વાંકાનેરના વઘાસીયા ગામની હદમાં આવેલ બામણબોર-કચ્છ નેશનલ હાઇવે પર ના ટોલનાકા પાસેજ આવેલી વાઈટ હાઉસ સિરામિક નામની ફેક્ટરી માંથી ગેરકાયદેસર રસ્તો કાઢી ત્યાંથી વાહનો ને બારોબાર કાઢી તેમની પાસેથી રૂપયા ઉઘરાવવાનું કૌભાંડ પકડાયું હતું આ ઘટનામાં વાંકાનેર સીટી પોલીસે ફેકટરીના માલિક અને સીદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામભાઈ ના પુત્ર અમરશીભાઈ પટેલ વાંકાનેર ભાજપના આગેવાન અને વઘાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા હરવિજયસિંહ જયુભા ઝાલા સામે અલગ-અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં ૧ મહિના જેટલો સમય થવા છતા એક પણ આરોપી સુધી પહોચી સકી ન હતી જેથી પોલીસની કામ ગીરી પર સવાલો ઉઠયા હતા તેમજ પોલીસ આરોપીઓને છાવરતી હોવાના આક્ષેપો થયા હતા ત્યારે આ આક્ષેપો વચ્ચે આજે મોરબી એલસીબી એ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા હરવિજયસિંહ જયુભા ઝાલા ને ઝડપી લીધા હતા અને તેમના વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

