મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ વરણી થયા બાદ અન્ય હોદેદારોની વરણી માટે સામાન્ય સભા મળી હતી જોકે મહત્વના પદ માટે જિલ્લા પંચાયતના સદસ્યો વચ્ચે સંમતિ સાધી ન શકાતા માત્ર કારોબારી સમિતિના પ્રમુખની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની નિમણુક કરી શકાય હતી જોકે બીજા એક પણ હોદાની નિમણુક ન થઈ ન હતી લગભગ બે દોઢ મહિના કરતા વધુ સમય થયા બાદ હવે આંતરિક વિવાદ સમી ગયો હોય તેમ નવા હોદેદારોની નિમણુક માટે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધીએ શુક્રવારે સામાન્ય સભા બોલાવી છે આ સામાન્ય સભામાં અગાઉની સભાની બેઠકની કાર્યવાહી નોધને તેમજ ઠરાવો ને બહાલી આપવામાં આવશે બાદમાં ગત 1 નવેમ્બરના રોજ મળેલી કારોબારીની બેઠકને બહાલી આપવામાં આવશે આ ઉપરાંત સદસ્યોના પ્રસ્તાવ લેવામાં આવશે બાદમાં વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યોની નિમણુક કરવામાં આવશે આ ઉપરાંત 2023-24માં સામાન્ય સભામાં મંજુરીની અપેક્ષા એ કામગીરી સૈધાંતિક મંજુરી માટે મુકવામાં આવશે. 15 મી નાણા પંચના 2022-23 ના જિલ્લા કક્ષાની ખૂટતી રકમના 10 ટકાના કામને મંજુરી માટે મુકવામાં આવશે

