મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં રહેતા અજયભાઈ જગદિશભાઇ ચૌહાણ નામના યુવકને થોડા સમય પહેલા ગજન રમેશ બારોટ નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો જેનો ખાર રાખી રાજેશભાઇ કિશોરભાઇ સુમેસરા, દક્ષાબેન રાજેશભાઇ સુમેસરા, ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઇ સુમેસરા, પિન્ટુ પરમાર,ગજન રમેશભાઇ બારોટ,કીશોરભાઇ મેઘજીભાઇ સુમેસરા,જશુબેન કિશોરભાઇ સુમેસરા,ધર્મેશ કિશોરભાઇ,સુમેસરા સહિતનાઓએ ગેરકાયદેસરની મંડળી રચી, એક સંપ કરી, સમાન ઉદેશ પાર પાડવા, પ્રાણઘાતક હથિયાર ધારીયુ તથા ઘોકા તથા ઇંટુના કટકા સાથે સુનીતાબેન તીકુભાઈ પરમાર નામની મહિલાના ભાઇ અજયભાઇ જગદિશભાઇ ચૌહાણના ઘર પાસે આવી, હુમલો કર્યો હતો તેમજ સુનીતાબેન અને તેના ભાઈ અજયને ભુંડી ગાળો આપી, સાહેદ અજયને જાનથી મારી નાખવાની ધમકી આપી, મકાનના આગળ-પાછળના દરવાજામાં તથા બારીઓમાં તોડફોડ કરી હતી આ ઉપરાંત સુલતાન ઉર્ફે પારસની ફોર વ્ક્રેહીલમાં ધારીયાથી તથા લાકડાના ધોકા તથા ઇંટુના કટકાના ઘા મારી નુકશાની કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે સુનીતાબેને 2 મહિલા સહીત 8 લોકો સામે ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

