મોરબી જીલ્લામાં હાલ રવી પાકનું મોટા પાયે વાવેતર થયું છે અને મોટા ભાગના ખેડૂતો દ્વારા પાકને સિંચાઈ માટે પાણી આપવાની માંગણી કરતા સિંચાઈ વિભાગ દ્વારા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ટંકારાના ડેમી 2 ડેમથી પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે વધુ એક ડેમમાંથી પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે સિંચાઈ વિભાગ દ્વારા મોરબી તાલુકાના ઘોડાધ્રોઈ ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે તા 22 ના રાત્રે 10 વાગ્યે દરવાજા ખોલવામાં આવશે ડેમના દરવાજા ખોલવાની જાહેરાતને ધ્યાને લઇ ઘોડાધ્રોઈ ડેમના હેઠવાસમાં આવતા ચકમપર જીવાપર ઝીકીયારી જેતપર,રાપર તેમજ માળિયા મિયાણા તાલુકાના સાપર, સુલતાન પુર માંણાબા અને ચીખલી સહિતના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.અને રાત્રીના સમયે નદીમાં અવર જવર ન કરવા તેમજ માલઢોરને સુરક્ષિત સ્થળે ખસેડવા સુચના આપવામાં આવી છે

