હળવદ પંથકમાં ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે અને ત્રણેય કેનાલોમાંથી ખેડૂતો મોટા પ્રમાણમાં પીયત માટે પાણી લે છે. પરંતુ હળવદ તાલુકાના ધનાળા, મયુરનગર, દેવળીયા, પ્રતાપગઢ, સુરવદર, ધુળકોટ, ઘાંટીલા તથા માળીયા તાલુકાના છેવાડાના ગામને સીંચાઈ માટે બ્રાહ્મણી-2 ડેમમાંથી પાણી આપવામાં આવે છે.આ વખતે પાણી છોડવામાં નથી આવ્યું. જેથી કરીને સાત ગામના સરપંચો પિયતના પાણી માટે લડતના મૂડમાં છે. અને આજથી જ શિયાળુ પાકના વાવેતર માટે 15 દિવસ સુધી પીયતનું પાણી મળી રહે તેવી માંગ સાથે ધરણા પર બેઠા છે. જેમાં નવા ધનાળા ગામની ચોકડી પાસે મેઈન કેનાલની બાજુમાં ખેડૂતો સાથે સાત ગામના સરપંચો શાંતિપૂર્ણ ધરણામાં બેસી અને ખેડૂતોના પિયતના પાણી માટે માંગ કરી રહ્યા છે.પાણીની માંગ સાથે આજે નવા ઘનાળાના પાટીયા ખેડૂતો ધરણાં પર બેઠાં છે જેમાં 22 ડી માઈનોર કેનાલમા 7 ગામની આશરે 45 હજાર વીઘા જમીનમાં પિયત થાય છે જો પાણી નહીં મળે તો સંપૂર્ણ પાક નિષ્ફળ જાય તેમ છે. તો સાથે ઘઉ,જીરું, ચણા, રાયડો,ધાણા સહિતના રવિપાકોનુ વાવેતર થઈ ચૂક્યું છે અને ત્યારેજ પાણી બંધ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને વાવણી થઈ ચુકેલો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે જેથી કરીને વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરવાની માંગણી સાથે ખેડૂતો ધરણાં પર બેઠા છે.

