દિવાળી પર્વ નજીક આવતા અલગ અલગ સરકારી કચેરીઓમાં મીઠાઈ અને ભેટની સોંગાતો શરુ થઈ જતી હોય છે કેટલાક કિસ્સામાં આ ભેટના નામે લાંચ પણ ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે આવા સમયે એસીબી ખાસ ડ્રાઈવ પણ ચલાવતા હોય છે અને અનેક લાંચીયા અધિકારી અને કર્મચારીની ઝડપી લેતા હોય છે.
ત્યારે મોરબીમાં આજે સુરેન્દ્રનગર એસીબીએ આવા જ લાંચનો કેસ પકડી પાડ્યો હતો જેમાં મોરબી નગરપાલિકાના લગ્ન નોધણી વિભાગના લગ્ન નોધણી અધિકારી મહેન્દ્રભાઈ મોહનભાઈ ખાખી લગ્ન પ્રમાણ પત્ર આપવા દ્વારા લાંચ માગવામાં આવી હતી જે બાદ ફરીયાદી દ્વારા એસીબીમાં ફરિયાદ કરતા સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ પટેલ અને ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી મહેન્દ્ર ખાખીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. બાદમાં તેના વિરુદ્ધ ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી હતી મોરબીમાં દિવાળીની રજાનો સમય નજીક હોવાથી અરજદારોની આવન જાવન વચ્ચે પાલિકા કચેરીમાં અચાનક એસીબીના દરોડાથી સોપો પડી ગયો હતો.
કામગીરીના બદલે ભ્રષ્ટ્રાચારથી ખદબદતી બદનામ મોરબી નગરપાલિકામાં લાંબા સમયથી અનેક ફરિયાદો ઉઠતી રહે છે તેની ધારાસભ્ય દ્વારા તપાસ માંગવામાં આવી છે તો પાલિકાના કેટલાક વિભાગના કર્મચારીઓ દ્વારા લાખો રૂપિયાની લાંચ લેવામાં આવતી હોય છે પરંતુ એસીબી દ્વારા માત્ર નાની એવી રકમની ટ્રેપ કરીને સંતોષ માની લીધો હોય તેમ લાગે છે કારણ કે પાલિકામાં કેટલીક શાખા એવી પણ છે જ્યાંથી વર્ષે કોન્ટ્રાકટરો કે અરજદારો પાસેથી લાખો રૂપિયાના ઉઘરાણા કરતા હોય છે ત્યારે આવા મોટા મગર મચ્છને મૂકી એસીબીએ નાની માછલી પકડી સંતોષ માની લીધો હોય તેવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે

