ટંકારા નજીક રાજકોટ મોરબી હાઇવે પર પેટ્રોલ પંપ પાસે રવિવાર ના રોજ ગેસ ભરેલ ટેન્કર પલટી મારી જતાં થોડીવાર માટે આસપાસ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. બાદમાં જોકે તંત્રએ તાકીદે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરતા બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમને પણ બોલાવી લેવાઈ હતી જેથી મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કચ્છથી ગેસ ભરીને નીકળેલ ટેન્કર રાજકોટ તરફ જઈ રહ્યું હતું ત્યારે રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા ગામ પાસે પહોંચતા પેટ્રોલ પંપ પાસે ગેસ ટેન્કર આગળ રીક્ષા આવી ગઈ હતી અને રિક્ષાને બચાવવા જાતે ટેન્કર પલટી મારી ગયું હતું જે ટેન્કરમા ગેસ ભરેલ હોવાથી લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા જે બનાવ અંગે ટંકારા મામલતદાર કેતન સખીયાને જાણ કરી ટંકારા પીએસઆઈ એમ જે ધાધલ, સીદીકભાઈ સહિતની ટીમ દોડી ગઈ હતી આં ઉપરાંત તકેદારીના ભાગરૂપે મોરબી ફાયર વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવતામોરબી ફાયર બ્રિગેડના જવાનોની ટીમ દોડી ગઈ હતી અને તાકીદે સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો જેથી મોટી દુર્ઘટના ટળી હતી
ઘટનાં બાદ સ્થાનિક વહીવટી તંત્રની ટીમે સ્થિતિ સંભાળી કામગીરી કરતા થોડીવારમાં જ વાહન વ્યવહાર પુનઃ શરુ કરવામાં આવ્યો હતો

