મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પેપરમિલ દ્વારા નિયમનો ઉલાળિયો કરી પ્રદુષણ ઓકવામાં આવતા હોવાની અનેકગામડાથી ફરિયાદો અવારનવાર સામે આવતી હોય છે જોકે મોટાભાગની ફેક્ટરીમાં ચેકિંગ વખતે સબ સલામત વધુ જોવા મળતું હોય છે જોકે કેટલીક ફેકટરીઓ એટલી હદે નિયમ ભંગ કરતી હોય છે કે તેના વિરુદ્ધ જીપીસીબીને ન છૂટકે એક્શન લેવા પડે છે આવી જ ત્રણ અલગ અલગ જગ્યાએ જીપીસીબી ચેકિંગ કરી કાર્યવાહી કરવામાં આવી હતી
મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુ 2 ડેમના કમાન્ડ એરિયા નજીક એક દોઢ મહિના પહેલા જાહેરમાં પેપરમિલનો વેસ્ટેજ મળી આવ્યો હતો આ વેસ્ટેજ મચ્છુ નદીના પાણી સુધી પહોચતા હોવાનું સામે આવ્યું હતું જેથી આ અંગે ફરિયાદ ઉઠતા જીપીસીબીએ તપાસ શરુ કરી હતી જેમાં ગોર ખીજડીયા રોડ પર આવેલ નેક્સા પેપર નામની ફેક્ટરી દ્વારા મચ્છુ ૨ ડેમ પાસે પેપરમિલનો કચરો ફેકી પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી પેટ્રોલિંગ કરી મચ્છુ 2 નજીકથી એક ટ્રક પકડાયો હતો અને જે બાદ આ અંગે રીપોર્ટ તૈયાર કરી ગાંધીનગર રવાના કરાયો હતો તો ઘૂટું ગામ પાસે આવેલી રોલ્ટાસ પેપરમિલ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદુષણની ફરિયાદ બાદ જીપીસીબી સ્થળ વિઝીટ કરી હતી અને શંકાસ્પદ સ્થળના નમુના લઇ ગાંધીનગર મોકલાયા હતા
આ ઉપરાંત ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલ બીઝ કોર્પોરેશન નામની ફેક્ટરી દ્વારા પ્રદુષણ ઓકવામાં આવતા હોવાની ફરિયાદ આધારે ત્યાં પણ તપાસ કરતા ત્યાં પણ જાહેર સ્થળો પર પ્રદુષિત કેમિકલ યુક્ત પદાર્થ નાખવામાં આવતા હોવાની ફરિયાદ આધારે ગાંધીનગર ખાતે રીપોર્ટ કરાયો હતો આ ત્રણેય યુનિટને ક્લોઝર નોટીસ ફટકારી હતી અને તો એક પેપરમિલ ને રૂ 45 લાખ જેટલો દંડ ફટકાર્યો હતો

