HomeGujaratસ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સહયોગ કોમ્યુનિટી હોલમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સહયોગ કોમ્યુનિટી હોલમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત આજરોજ હાઉસિંગ બોર્ડના એ કે સહયોગ કોમ્યુનિટી હોલ માં એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું.જેમાં સ્વાવલંબી ભારત તથા સ્વદેશી વિશે માર્ગદર્શન કરવામાં આવ્યુ.જેમાં સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત કાર્યકર્તા ભાર્ગવીબેન તથા વનીતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.આ તકે સંઘના જિલ્લા કાર્યવાહકજી ખાસ ઉપસ્થિત રહેલ તેમણે મહિલા સશક્તિકરણ અને મહિલા સંમેલન વિશે વાત કરી તથા સ્વાવલંબી ભારત અભિયાન મોરબી જિલ્લા સંયોજક જિલેશકુમાર બી. કાલરીયા દ્વારા આભાર વિધિ કરી.કાર્યક્રમનું સફળ સંચાલન ભાવિશાબેન સરાડવા દ્વારા કરવામાં આવેલ.આ કાર્યક્રમ માં માનવ સેવા એજ પ્રભુસેવા સંસ્થા,અંબુજા ફાઉન્ડેશન ,મુસ્કાન વેલ્ફર ,રીટાબેન આદ્રોજા ,અનસ્ટોપેબલ વોરિયર ,પારુલ સખીમંડળ વગેરે સંસ્થાનોમાંથી બહેનો ઉપસ્થિત રહેલ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW