HomeGujaratમોરબીમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ ઠેર ઠેર શોભાયાત્રા-દહીંહાંડી ઉત્સવ ઉજવ્યો

મોરબીમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ ઠેર ઠેર શોભાયાત્રા-દહીંહાંડી ઉત્સવ ઉજવ્યો

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ પર્વની લોકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી તેમ પણ બાળકોથી લઇ વૃદ્ધ તમામના પ્રિય ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. મોરબી શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર ઠેર ઠેર ભગવાન કૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાથે સાથે દહીં હાંડી મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો.


વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, આર એસએસ હિન્દુ વાહિની સહિતની સંસ્થા ઉપરાંત મોરબીમાં અલગ અલગ હિન્દુ સંગઠન એક થઈ સમગ્ર મોરબી શહેરને કૃષ્ણમય બનાવવા સૌથી મોટી શોભાયાત્રા કાઢી હતી, આ શોભાયાત્રાનું પ્રસ્થાન મોરબીના સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરથી કરવામાં આવ્યું હતું.અને ત્યાથી નીકળી આ રેલી સુપર સિનેમા વિસ્તાર સુભાષ રોડ મોરબી સર્કલ પોલીસ સ્ટેશનથી મુખ્ય પોસ્ટ ઓફીસ થઇ રિદ્ધિ ફટાકડા ચોક, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેશન થી રામ ચોક, રવાપર રોડ, ગાંધી ચોક,શાક માર્કેટ ચોક્, નહેરુગેટ ચોક, ગ્રીન ચોક, મેઈન રોડ, નાગનાથ શેરી,થઇ છેક દરબારગઢ સુધી પહોંચી હતી અને તમામ સ્થળે બાલ ગોપાલે દહીંહાંડી ફોડી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW