માળીયા મિયાણા તાલુકાના નવલખી પોર્ટ જવાના રસ્તે આવેલા લવણપુર ગામ પાસે શુક્રવારના રોજ જીજે૧૮બિટી ૦૯૬૧ નંબરના ટ્રકના ચાલકે પુર ઝડપે અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય તેવી રીતે ચલાવી જીજે ૩૬ટી ૯૯૨૭ નંબરના ટ્રક સાથે અથડાવી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બનાવને પગલે ટ્રકમાં સવાર ડ્રાઈવર ક્લીનર સહીત ૪ લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. અક્સ્માત એટલી હદે ગંભીર હતો કે બનાવમાં ટ્રકની કેબિનમાં બેઠેલા હનીફભાઇ નુરમામદભાઇ કચ્ચા ને ગળાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નીપજ્યું હતું જ્યારે ટ્રક ચાલક ઇકબાલ યુનુસ બેલીમ ટ્રકની કેબીનમા બેઠેલ સાહેદ માનવેન્દ્ર મીશ્રા તથા ક્લીનર કાનાભાઇને હાથમા તથા પગમા ઇજા પહોચાડી તેમજ આરોપીએ પોતાના પગમા ફેક્ચર જેવી ઇજા પહોચી હતી
ઘટના બાદ ઈકબાલભાઈ ટ્રક ચાલક વિરૂધ્ધ માળિયાં મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

