મોરબીના અલગ અલગ વિસ્તારમાં ધમધમતી જુગારની હાટડી પર પોલીસે એક પછી એક કડક કાર્યવાહી હાથ ધરી હતી જેના કારણે જુગારીઓમાં ફફડાટ ફેલાયો
શહેરના વાણીયા સોસાયટી, રણછોડનગર, લાયન્સનગર અને આશાપાર્કમાં અલગ અલગ સ્થળેથી પાંચ મહિલા સહીત 17 જુગારીઓને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોડ રોકડ રકમ અને જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જુગારના પ્રથમ દરોડામાં પોલીસે વાણીયા સોસાયટી, શોભેશ્વર રોડ ખાતે જાહેરમાં જુગાર રમતા આરોપી નવઘણભાઇ કાનજીભાઇ ઇન્દરીયા, રમેશભાઇ અજાભાઇ મઢવી અને અમિતભાઇ હસમુખભાઇ મુછડીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2450 કબ્જે કર્યા હતા. જયારે બીજા દરોડામાં પોલીસે સર્કીટ હાઉસની પાછળ આશાપાર્કમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી પ્રવિણસિંહ હરુભા વાઘેલા, બળવંતસિંહ વખતસિંહ વાઘેલા, ગોપાલભાઇ રમેશભાઇ નિમાવત, ઠાકરશીભાઇ ગોપાલભાઇ સોલંકી, વિપુલભાઇ પરસોત્તમભાઇ સોલંકી અને દાનુભા નટુભા ઝાલાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
રણછોડનગર સાંઇબાબાના મંદીર નજીક જાહેરમાં જુગાર રમતા આરોપી સલમાબેન ઉર્ફે સોનલબેન હાસમભાઇ સુમરા, સુનીતાબેન લાલજીભાઇ સોલંકી, મુમતાજબેન ઇકબાલભાઇ સુમરા, કાજલબેન અનીલભાઇ ડાંગી અને સરસ્વતીબેન ભાણજીભાઇ સોલંકીને તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 3250 કબ્જે કર્યા હતા. જયારે ચોથા દરોડામાં પોલીસે લાયન્સનગર શેરી નં.2માં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઘનજીભાઇ મંગાભાઇ લઢેર, અતુરભાઇ ઘનજીભાઇ લઢેર અને ધીરજભાઇ લાલજીભાઇ ચાવડાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 570 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી

