મોરબીના રફાળેશ્વર વિસ્તારમાં રહેતા પારસ ઉર્ફે સુલતાન ઉર્ફે વીપુલ ગીરધરભાઇ વાઘેલા ના મિત્ર ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણાને 8 મહિના પહેલા ગજન ઉર્ફે ગજેન્દ્ર બાંભણવા નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો જે તે સમયે ગજને ગૌતમને
છરી મારેલ હોય જે બાદ પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી અને આ અંગે કોર્ટમાં કેસ ચાલતો હોય આ મુદે અગાઉ આરોપી ગજનને ફરીયાદી પારસે તેને લતામાં આવવાની ના પાડેલ હોય તેમ છતા ગજેન્દ્ર તેના વિસ્તારમાં આવન જાવન કરતો હોય તેમજ ફરીયાદીના વિસ્તારમાં જઈ મહિલાઓ સાથે ગેર વર્તન કરતો હોય જેથી ફરીયાદીના સગા જયશ્રીબેનએ ફોન કરી પોતાના ઘરે બોલાવતા તેઓએ ત્યાં પહોચી આરોપી ગજન અને તેના પિતા બન્ને સાથે વાત કરી તેમના વિસ્તારમાં ન આવવા સમજાવ્યા હતા જોકે આબાબતે આરોપીઓને સારું ન લાગતા આરોપી ગજન ઉર્ફે ગજેન્દ્ર બાંભણવાં, ભાવેશ ઉર્ફે કાલી પોતાના હવાલાવાળી સ્વીફટ કાર લઇ આવી ફરિયાદીના ઘરે પહોચી ગાળો આપી પારસભાઈ તેમજ અજયને ઢીકા પાટુનો મુંઢ મારમાર્યો હતો, તો દક્ષાબેને ફરીયાદી પારસ પર છરી વડે ડાબા હાથના બાવડામાં સરકા કરી ઇજા પહોચાડી હતી તો આરોપી પવુભા ગઢવી આવીને ફરી.ને જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી અપમાનીત કરી ભુંડા બોલી ગાળો આપી હતી આ ઉપરાંત રાજુભાઇએ સુનીતાબેન નામની મહિલાનો હાથ પકડી બોલાચાલી કરી તેનો ડ્રેસ તોડી ગુન્હાહિત બળ વાપરી નીર્લજ હુમલો કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે પારસે
તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ ગજન બારોટ (૨) ભાવેશ ઉર્ફે કાલી (૩) રાજુભાઇ કિશોરભાઇ સુમેસરા (૪) દક્ષાબેન વા/ઓ રાજુભાઇ કિશોરભાઇ સુમેસરા (૫) પવુભા ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતો બનાવ અંગે તાલુકા પોલીસે આઈપીસી કલમ-૩૫૪, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ- ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ) તથા GP ACT કલમ-૧૩૫ મુજબગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

