માળીયા સામખિયાળી નેશનલ હાઈવે પરથી પુરઝડપે બાઇકમાં આવી રહેલા બે લોકો બાઈક કે જી એન હોટેલ પાસે અચાનક બેકાબૂ બની ગયું હતુંઅને ડીવાઈડર સાથે અથડાયું હતું. જેને પગલે બાઇક ચાલકનું કમક્માટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે બાઇકમાં સવાર અન્ય આધેડ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ રોજ ધીરૂભાઇ નરશીભાઈ દાંતેસરીયા પોતાના મિત્ર પ્રતાપભાઈ જેરામભાઈ સુડાણી અને કૌટુંબિક ભાઈઓ સાથે મળીને સુરજબારી ખાતે માછીમારી કરવા જવાનું નક્કી કર્યું હતું. જે બાદ તેઓ પોત પોતાના મોટરસાયકલમાં સુરજબારીના પુલની પાસે આવેલ ખાડી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે માછીમારી કરી હતી. અને તેઓ માછલીને રાંધવાના સાધનો પણ સાથે લઈને આવ્યા હતા માછલીઓનો શિકાર કરી માછલીઓ પકવી હતી અને અને પાર્ટી કરી હતી. આખો દિવસ ત્યાં રહ્યા બાદ અને સાંજના સમયે બંને બાઇકમાં પરત ફરી રહ્યા હતા અને પ્રતાપભાઈ જી.જે.-૧૩-એ.એન.-૯૧૭૫ ચલાવી રહ્યા હતા. જ્યારે ધીરુભાઈ બાઇકની પાછળ બેઠા હતા. તેઓ સુરજબારી થી હરીપર થઈને માળીયા ત્રણ રસ્તા થઈને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. એ સમયે પ્રતાપભાઈ પુરપાટ વેગે મોટરસાયકલ ચલાવતા હતા. અને કચ્છ નેશનલ હાઇવે રોડ પર ભીમસર ઓવરબ્રિજ પહેલા કે.જી.એન. હોટલ પાસે પહોચતા અચાનક પ્રતાપભાઈએ મોટરસાયકલ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને પગલે મોટર સાયકલ સ્લીપ થઈ જતા રોડની વચ્ચેના ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રતાપભાઈને કિડની, ફેફસા તથા પાંસળીઓમાં ગંભીર ઇજાઓ પહોંચતા તે તેમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ધીરુભાઈને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

