મોરબીમા અવની ચોકડી પાસે આવેલ “શોભાકુંજ સોસાયટી”ના રહીશો દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી અને શિસ્ત બદ્ધ રીતે રાષ્ટ્રગીત ગાન કરી ૭૭મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવી હતી. શોભાકુંજ સોસાયટીના તમામ બાળકો,યુવાનો, વડીલો તેમજ મહીલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે તેમજ નિવૃત શિક્ષક ભવાનભાઇ કગથરા દ્વારા રાષ્ટ્રધ્વજનુ મહત્વ અને તેનો ઇતિહાસ જણાવવામા આવ્યો હતો.અને કાર્યક્રમના અંતમા શોભાકુંજ સોસાયટીના પ્રમુખ ડો.પુનિતભાઇ માકાસણા અને ઉપ પ્રમુખ દિનેશભાઇ કાલરીયા દ્વારા સોસાયટીના લોકોને ઘર સોસાયટી તેમજ શહેરમાં તેઓના કામના સ્થળે અને જાહેર જગ્યામાં સ્વચ્છતા રાખી તેમજ શાંતી જાળવી હાલમા સરકાર દ્વારા જે સ્વસ્છતા અભિયાન ચલાવવામા આવે છે તેમા મદદરૂપ થવા અપીલ કરેલ છે.

