HomeGujaratવહેમભંગ ! મોરબીના સિનિયર પત્રકાર નિલેશ પટેલની કલમે

વહેમભંગ ! મોરબીના સિનિયર પત્રકાર નિલેશ પટેલની કલમે

આપણું મોરબી એટલા માટે લખું છું કારણ કે આમ જોઈએ તો મોરબી આપણે જ બનાવ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું મોરબી પણ મોરબી વાસીઓએ જ બનાવ્યું હતું અને હવે સમસ્યાઓથી ખદબદતું નર્કાગાર સમાન મોરબી પણ આપણી જ દેન છે

મોરબીમાં આજે ચા ની કીટલી હોય, ગામનો ચોરો હોય, કે સોશિયલ મીડિયા હોય બધે જ એક જ ચર્ચા જોવા મળે છે મોરબીના રાજકારણીઓ પાણી વિનાના છે અધિકારીઓને પૈસા સિવાય સેમાંય રસ નથી, કોઈને કંઈ કરવું જ નથી બસ આ પ્રકારની ચર્ચાઓ કરવા માટે અઢળક સમય મોરબી વાસીઓ પાસે છે બસ મોરબીની સ્થિતિ કેમ સુધારી શકાય તે બાબતે વિચારવાનો સમય કોઈ પાસે નથી

મોરબીના ઉદ્યોગો થકી મોરબી ઉજળું છે. ઘડિયાળ ઉદ્યોગ સીરામીક ઉદ્યોગ પેપરમીલ ઉદ્યોગ પોલિપેક ઉદ્યોગ અને આવા નાના-મોટા બીજા અનેક ઉદ્યોગો કે જે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે ને એટલા માટે જ મોરબીવાસીઓ કોલર ઊંચા કરીને અન્ય શહેર કરતાં સારું જીવન જીવી શકે છે. પરંતુ કહેવાય છે ને કે “બેઠા હોય એ ડાળ ન કપાય ” બસ મોરબીમાં આટલું પણ કોઈને સમજાતું નથી. ઉદ્યોગકારો સામે ખોટા કેસ પણ મોરબીવાસીઓ જ કરે છે ઉદ્યોગોને હેરાન કરવા સાચી ખોટી અરજીઓ કરનાર પણ મોટાભાગે મોરબીવાળા જ છીએ લાખો કરોડો દાન લઈ જનારા ને પણ ઉદ્યોગકારોના સારા પાસાના વખાણ કરવાને બદલે નરસા પાસાને લઈને ઉદ્યોગને બદનામ કરવામાં વધુ રસ છે સામે જે ઉદ્યોગ લાખો માટે પાલનહાર છે. તે ઉદ્યોગોના આગેવાનોને ગર્વભેર જીવવું જ નથી તેમનો માત્ર ઉપયોગ જ થાય છે ત્યાં નીચી મુંડી કરીને શરણાગતિ સ્વીકારીને જ જીવવું છે અને એટલે જ ઉદ્યોગોને ઢોલ સમજીને જેને જેમ મજા આવે એમ વગાડીને પોતાના કામ કરાવ્યે જાય છે
હવે વાત રાજકીય આગેવાનોની કરીએ તો એક બે રાજકીય આગેવાનોને બાદ કરતા લગભગ તમામ પોતાના સ્થાન પર કાલે કોઈ બીજો યુવાન આવે એવું ક્યારેય પૂરું ન થાય તેવા સ્વપ્ન જોઈ રહ્યા છે. તેમને લોક હિત કરતા વધુ રસ લોકમતમાં છે. સતાં ટકાવવા કેટલાક હવાતિયાં મારી રહ્યા છે. તો કેટલાક સત્તા મેળવવા હવાતિયાં મારી રહ્યા છે.બસ આટલી જ ટૂંકી વિચારધારામાં રાજકીય આગેવાનો જીવે છે અને તેથી જ લોકહિત વીસરાયું. છે . તમામને વર્તમાનની મોજ જોઈએ છે. મર્યા પછી અમર થવાની દીર્ઘદ્રષ્ટિ અહીંના રાજકારણમાં હજી વિકસી જ નથી એ કમનસીબી છે

સત્તા કોઈપણ પક્ષની આવે સ્થિતિ સુધરવાના બદલે ખરાબ જ થતી જાય છે. કારણકે અબજોની ગ્રાન્ટ જ્યાં વપરાય ત્યાં માત્ર મત માટે કામ થાય છે લાંબાગાળાની સુખાકારી માટે નહીં અને એટલે જ વર્ષો થવા છતાં પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી છે.

અને અધિકારીઓને તો શું ? એમને તો બે-ચાર વર્ષ નોકરી કરીને અહીંથી બીજે જ જવાનું છે તેથી જે પણ અહીં આવે તે માત્ર તમાશો જોઈને ચોપડા પર સાચા રહેવા માંગે છે અહીં મલાઈ જ મલાઈ છે એટલે લોકહિત તેલ લેવા જાય આપણે તો સ્થિતિનો ફાયદો ઉપાડો ને થાય એટલું ભેગુ કરો એ નીતિ જ અમલી રહી છે
સભ્ય સમાજનું હિત માત્ર સોશિયલ મીડિયામાં ઉકળાટ ઠાલવવા કે બીજા મૂર્ખ છે તે પ્રકારના લખાણ કે કોઈને ગાળો ભાંડવાથી નથી થતું તેના માટે તો દરેક પ્રશ્ન પર વિચાર કરીને યોગ્ય દિશા નક્કી કરીને સૌએ સાથે મળીને સહિયારો પ્રયાસ કરવો પડે છે ઓછામાં સમજો તો સારું
સમાજસેવાનો સૌથી વધુ વહેમ બીજાની બુદ્ધિથી ચાલતા કહેવાતા બુદ્ધિજીવીઓને વધુ હોય છે આ શબ્દોના અર્થને સમજવા પ્રયાસ કરશો તો ઘણું બધું સરળ થઈ જશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW