માળિયા મિયાણા શહેર નજીક આવેલ નેશનલ હાઈવે નજીક ગેલોપ્સ હોટેલ એક શખ્સ હાથમાં દેશી હાથ બનાવટની જામગરી બંધુક સાથે ફરતો હોવાની મોરબી એસઓજીની ટીમને બાતમી મળી હતી આ બાતમી આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા મિયાણા શહેરના દાવલશા પીરના છલા નજીક રહેતા કાસમભાઈ ઉમર ભાઈ જેડાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 5000ની બનાવટના જામગરી બંધુક જપ્ત કરી હતી બંધુકનું લાયન્સ માગતા આરોપીએ આ હથીયારનું લાયસન્સ ન હોવાનું જણાવતા આરોપી વિરુધ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

