HomeGujaratમોરબીના ભડિયાદ કાંટા પાસે હનુમાન મંદિરમાં નિશાચરો ત્રાટક્યા, દાન પેટી ચોરી કરી...

મોરબીના ભડિયાદ કાંટા પાસે હનુમાન મંદિરમાં નિશાચરો ત્રાટક્યા, દાન પેટી ચોરી કરી ફરાર

મોરબી શહેર અને આસપાસ વિસ્તારમાં ચોરીના બનાવ અવાર નવાર બનતા રહે છે. ચોરીનો મુદામાલ વધુ હોય તો પોલીસ મથકમાં ફરિયાદ નોધતી હોય છે બાકી અનેક ઘટનામાં પોલીસ મથકમાં ફરિયાદ પણ નોધવા ની પણ ત ભડિયાદ કાંટા પાસે આવેલ હનુમાનજીના મંદિરને ગતરાત્રે તસ્કરોએ નિશાન બનાવીને આખે આખી દાનપેટી તોડીને ઉઠાવી ગયા હોવાની ઘટના બહાર આવી છે. આ મંદિરમાં ચોરીની ઘટનાથી સ્થાનીક લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.

મોરબીના મોરબીના સામાંકાંઠે ભડિયાદ કાંટા પાસે આવેલ હનુમાનજીના મંદિરમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ દાનપેટી તોડીને અંદાજે 2 હજારની પરચુરણની ચોરી કરી હતી. તેમજ તસ્કરોએ આ આખે આખી દાનપેટી તોડીને ઉઠાવી ગયા હતા. મંદિરમાં ચોરીની ઘટનામાં જાણભેદુની સંડોવણી હોવાની પ્રબળ શકયતા છે. સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો હતો કે તેમના વિસ્તારમાં આવારાતત્વોનો ત્રાસ છે. તેમજ આ ઘટનાસ્થળેથી થોડે દુર આવેલા નઝરબાગ રેલવે સ્ટેશને રાત્રે દારૂડિયા અને આવારાતત્વો તેમજ લુખ્ખાતત્વોનો અડ્ડો જામે છે. આથી પોલીસ પેટ્રોલીંગ વધારી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરીને મંદીરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

– text

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW